લાલી લીલા - 1

(75)
  • 7.7k
  • 6
  • 2.6k

લાલી લીલા’પ્રકરણ- પહેલું/૧‘શું નામ છે છોડી તારું ?’ ‘લાલી.’ ઓલ્ડ ફેશનના સ્હેજ મેલા સલવાર કુર્તીમાં, માથે દુપટ્ટાનો ઢાંકીને ઉભડક પગે ઓસરીમાં બેસેલી કાચી કુંવારી કામણગારી અને સ્હેજ શ્યામવર્ણની કાયા ધરાવતી ૨૧ વર્ષની યુવતી ધીમા સ્વરે બોલી.‘બધું ઘરકામ સરખી રીતે આવડે છે, તને ?‘હા બૂન. અમારું તો કામ જ ઈ છે, બધાયને ઘેર ઠામણા વાસણ ઉટકવા, ઝાડુ પોતા કરવાના અને જે આવડે ઈ રાંધી આલવાનું.’‘તને અહીંનું સરનામું કોણે ચીંધાડ્યુ ? ‘ઈ અમારા વાસના બૈરા વાતુ કરતાં’તા કે આ લેના છેલા બે માળના ઘરમાં રે’તા કોઈ મંજૂ બૂનને કામવાળી બાયની જરૂર છે, તી હું ગોતતી ગોતતી આવી પુગી ગઈ. ‘કેટલું ભણી છો.?‘ જાજુ નઈ, બસ ખપ