વફા કે બેવફા - 7

(8.7k)
  • 3.8k
  • 1.9k

આરુષિને ખુશ જોઈ યેશા કંઈ આગળ પૂછતી નથી. વિચારે છે..ઘરે જઈને શાંતિથી વાત કરીશ. આમ પણ અહીં પૂછવું યોગ્ય નથી... યેશાનો ફોન ડીકી‌મા રીંગ વાગી વાગીને છેવટે બંધ થઇ જાય છે.. એટલે રોહન મેસેજ કરે છે.. આરુષિને કંઈ કહેતી નહીં..એને કંઈ જ ખબર નથી... અયાન રસ્તામાં જતો જતો વિચારે છે હવે આરુષિ ક્યારેય વાત નહીં કરે.. માફ પણ નહીં કરે મેં કર્યું છે એવું...મારે એવું કરવું જ ન'તુ જોઈતું. આ બાજુ યેશાને આરુષિ બંને શોંપિગ પૂરી કરી ઘરે જાય છે. આરુષિ ફ્રેસ થવા જતી રહે છે.. યેશાને ફોન યાદ આવે છે. જુએ છે તો બંધ...