સુંદરી - પ્રકરણ ૫૦

(101)
  • 5.4k
  • 7
  • 3.1k

પચાસ “ફફફ...ફ્રેન્ડ્સ છીએને?” ફ્રેન્ડ્સ શબ્દ માંડમાંડ વરુણના ગળામાંથી નીકળ્યો. વરુણને ડર હતો કે ક્યાંક સુંદરીને એ બાબતનું ખોટું ન લાગી જાય કે વરુણ તેને ફ્રેન્ડ માની રહ્યો છે, છેવટે તો એ એની પ્રોફેસર હતીને? “અફકોર્સ વી આર ફ્રેન્ડ્સ! બહુ વિચિત્ર લાગે છે કે એક પ્રોફેસર અને એનો સ્ટુડન્ટ પણ ફ્રેન્ડ્સ હોઈ શકે, પણ ઇટ્સ ઓકે! આપણે કશું નવું કરીશું.” સુંદરી આશ્ચર્યભાવ સાથે કહી રહી હતી. “હા, હું જ્યારે સોળ વર્ષનો થયો ત્યારથી જ મારા પપ્પા મને એમનો મિત્ર ગણવા માંડ્યા છે, એટલે મને તો આ પ્રકારના રિલેશન્સ માટે કોઈજ નવાઈ નથી લાગતી.” વરુણમાં થોડી હિંમત આવી. “હા, એકદમ સાચું.