અમે બેંક વાળા - 18. હમસફર

  • 3.2k
  • 1
  • 1.4k

બેંકવાળા 18. હમસફરશ્રી. અ ખૂબ ખુશ હતા. આખરે તેમની રજા બાળકોનાં વેકેશન દરમ્યાન આવે તેમ મંજુર થયેલી. તેમને આમ તો ફર્સ્ટક્લાસ ફેર પોતાનું અને કુટુંબનું મળે પણ ઉપરના પોતાના ખર્ચી તેઓએ પ્લેનની ટિકિટ બુક કરાવી હતી. અમુક જગ્યાએ બેંકનાં હોલીડે હોમ જે તે વખતે અધિકારીઓને 10 રૂ. રોજ અને તે સિવાય 5 રૂ. રોજ ના દરે મળતું. (હોલીડે હોમ મળવું તે લોટરી લાગવા બરાબર છે. બે ત્રણ વર્ષથી, હું નિવૃત્ત થવા આવ્યો ત્યારે ઓનલાઈન બુકીંગ શરૂ થયું તે પહેલાં કંટ્રોલિંગ બ્રાન્ચને લખો, મળવું હોય તો મળે, લગભગ ન જ મળે. કોઈ ઓળખાણ કે લાગવગ હોય તો ફોનથી, દબાણ લાવી મળે. મારે