મધુરજની - 30 - છેલ્લો ભાગ

(173)
  • 5.9k
  • 4
  • 3k

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ-૩૦ બ્રીજને પૂરો સંતોષ થયો. મનસુખ જાળમાં ફસાતો જતો હતો. બ્રીજની યોજના મુજબ જ બધું ગોઠવાતું જતું હતું. તે ઘણા સમયથી મનસુખભાઈની પાછળ જ ફરતો હતો, પડછાયો બનીને. તેમણે દિશા પકડી શાંતિ આશ્રમની અને બ્રીજ પણ એ દિશામાં. અનિરુદ્ધને પણ મોકલી આપ્યો આગોતરા. આયોજનમાં કશી ખામી ના રાખવી એ તેની વિલક્ષણતા. મગજ એ દિશામાં જ મથી રહે. જેમ સફળ થવાતું જાય તેમ એનો પણ નશો ચડતો જાય. આ વખતે તો તેને સોનલદે દ્રષ્ટિમાં હતી તે તેની ક્રિયાનું કાર્ય કરી રહ્યો હતો. ભલે વિલંબ થયો પણ અંતે સોનલદે મળી હતી. સાવ નજીક તો પણ ક્યાં પામી શક્યો હતો?