મધુરજની - 25

(132)
  • 6.9k
  • 7
  • 3.1k

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૨૫ બ્રિજની કામ કરવાની પદ્ધતિ સાવ અલગ હતી. તે પહેલાં શક્ય હોય એટલી જાણકારી મેળવી લેતો. મિત્રો તો મદદરૂપ થતા જ પણ ક્યારેક અજાણ્યાઓ પણ મુલ્યવાન, કડીરૂપ માહિતી આપતા. આટલે સુધી તો તે તેના ઘરમાં જ પુરાઈ રહેતો. ફોનના ચકરડા ચાલ્યા કરતાં. તેના જુના સંબંધો પણ કામે લગાડતો. સુમન હત્યા પ્રકરણની બધી જ બાબતો, બે દિવસોમાં જ તેના ટેબલ પર હતી. એ ફાઈલ બંધ હતી પણ તપાસ તો ચાલુ જ હતી. એ ઉપરાંત મનસુખલાલની રજેરજ માહિતી બ્રિજ પાસે હતી. ત્રીજા દિવસની સવારે ... તેણે માત્ર બે ફોન કર્યા હતાં. એક ફોન મનસુખલાલ જ્યાં રહેતા હતાં