મધુરજની - 24

(104)
  • 6.1k
  • 5
  • 3k

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ-૨૪ માનસી પહોંચી ત્યારે નરેન્દ્રભાઈની સ્થિતિ સારી હતી. લત્તાબેન, શ્વેતા પલંગ પાસે જ બેઠા હતા. અન્ય સ્વજનો ખંડ બહાર પરસાળમાં હતા. સૌનાં ચહેરાઓ પર તણાવ હતા. ‘માનસી આવી ગઈ.’ લત્તાબેને હર્ષ વ્યક્ત કર્યો. ‘ક્યાં છે મેધ?’ એ પ્રશ્ન વંચાતો હતો એમની આંખોમાં. ‘કેમ છો પપ્પા?’ માનસી નરેન્દ્રભાઈની નીકટ આવી. નજરોનું સંધાન થયું. લાગણીઓ અનુભવાઈ. માનસીની આંખો આંસુથી તગતગતી હતી અને હોઠ પર આછુકલી સ્મિતની ટસર હતી. ‘પપ્પા, તમને કશું જ થવાનું નથી. હજી તો અમારે તમારી છાયા ઉછરવાનું છે. મારે તો કેટલા લાડપાડ કરવાનાં છે?’ તે બોલી. બોલી જવાયું. કયા બળે તે ખુદ જાણતી નહોતી. નરેન્દ્રભાઈની આંખો