મધુરજની - 23

(111)
  • 6.4k
  • 6
  • 3.2k

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ-૨૩ માનસીને રીસ ચડી હતી મેધ પર. રીસ પણ એક પ્રકારનો ક્રોધ જ ગણી શકાય. એમાં તો ઘણું ઘણું બની શકે. વિવેકનો ભોગ સૌપ્રથમ લેવાય અને સાવ અકારણ એમાં સોનલદે હોમાઈ ગઈ. સોનલદે તો તેને મદદ કરી રહી હતી. એ સત્ય વીસરાઈ ગયું હતું. ‘તેણે જ મેધને આ દિશા બતાવી હશે, તેણે જ...’ તેણે હોઠ ભીંસ્યા હતા અને પુરુષને તો શું? અને પાછા મેધના સંજોગોય કેવા? સાવ સહજ બની જાય મેધની પ્રાપ્તિ, જો સોનલદે ઈચ્છે તો! મન અજાણી કેડી પર સડસડાટ વિહરી રહ્યું હતું. ‘હા, એમ જ હશે! ક્યાં ગયા હશે મેધ, આટલા દિવસો સુધી? અને આવ્યા