આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૩૩ શૈલી અને સત્વ બંને સ્મિતનાં ઘરે આવી ગયાં. બંને થોડી વાર તો રિકેન અને રાહીલ સાથે રમવા લાગ્યાં. બંનેએ એમની સાથે જમી લીધું. પછી શૈલીને નવ વાગ્યા એટલે એણે પૂછ્યું , " આન્ટી મમ્મી કેટલા વાગે આવશે ?? મને મમ્મી જોડે જવું છે.." શૈલી અને સત્વ અંકલના ઘરે હોવાથી આમ ખુશ છે પણ શૈલી નાની હોવાથી એને એના મમ્મી વિના ઉંઘ ના આવે. કદાચ મમ્મી પપ્પા બેમાંથી એક હોય તો પણ ચાલી જાય. વિશાખા : " બેટા આવી જશે તારાં મમ્મી અને પપ્પા બંને...અત્યારે તમે બંને સૂઈ જાવ...અને રાત્રે તો