આંગળિયાત... - 1

(23)
  • 15k
  • 4.5k

આંગળીયાત...ભાગ. 1અલાર્મની ધૂન વાગી, "ઓમ શ્રીકૃષ્ણ શરણમ્ મમ્:" એને મંજુબેન પણ સાથેજ ધૂન ગાતાં ભગવાનનું નામ બોલતાં પથારીમાંથી ઊભાં થયા. એમનો નિત્ય ક્રમ ફ્રેશ થઇને જ રસોડામાં જાય,મંજુબેન રસોડામાં ગયાં ચા મુકી ગેસ ઉપર અને લીનાને બુમ મારતાં લીનાના ઓરડા તરફ આગળ વધ્યા, લીના આજનાં સમયની સ્વતંત્ર સ્વભાવ ધરાવતી અને ફેશન ડિઝાઇનરના પ્રોફેશન સાથે પગભર મંજુબેન અને ભરતભાઈની મોટી દિકરી, એકદમ નમણી દેખાવડી અને સ્વભાવે સરળ, પોતાના કામમાં એકદમ પરફેક્ટ, ભરતભાઈ લીનાના પિતા જે કાપડના બીઝનેસમાં સારું એવુ નામ ધરાવતા, એને લીના અને જય એક દિકરો એક દિકરી,