સંબંધોની કસોટી - 6

  • 2.5k
  • 758

નીલ તૈયાર થઈને નીચે આવે છે, કોઈ ખાસ પ્રસંગમાં જ નીલ જે બ્લ્યુ શર્ટ પહેરતો હતો એ પહેરેલો જોઈને માલિની બહેને પૂછ્યું, 'ક્યાં ઉપડી સવારી?? કોઈ સ્પેશ્યિલ ઓકેશન?? ' નીલે મલકાતાં મલકાતાં જવાબ આપ્યો, 'નેત્રાનો ફોન આવ્યો હતો હમણાં એના પપ્પાને મળવાં જાઉ છું એમણે જ નેત્રાને ફોન કરીને મને મળવાં માટે બોલાવા કહ્યું.' 'સારું.. સારું.. જઈ આવ.. ' નીલ માલિની બહેનને પગે લાગીને આશીર્વાદ લીધાં અને જતો હતો ત્યારે માલિની બહેન નીલને એની મશ્કરી કરતા કહ્યું, 'નીલ.... બૅસ્ટ ઑફ લક.. સસરાજી ને પણ પગે લાગજો..' 'હા.. હા.. બહુ સારું હવે તું પણ મારી મજાક ઉડાવ.' નીલ