સફળતાનું સરનામું - 2

(12)
  • 3k
  • 826

વ્યક્તિના લક્ષ્ય પ્રત્યેનું સમર્પણ તેને સફળતા ચોક્કસ અપાવે છે. આજે આપણે એવા તેજસ્વી યુવાનની વાત કરવાના છીએ કે, જેમણે યુ.પી.એસ.સી.માં પોતાના નામનો 'વિજયી ડંકો' વગાડયો છે. ભારતની સૌથી મુશ્કેલ પરીક્ષાઓની જ્યારે આપણે વાત કરીયે ત્યારે યુ.પી.એસ.સી.નું(યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) નામ ટોચ પર આવતું હોય છે. આ પરિક્ષાની વાત કરીયે તો ૨૦૧૯માં અંદાજે ૧૦ લાખ વિધ્યાર્થીઓએ અરજી કરી હતી અને તેમાથી માત્ર ૮૨૯ વિધ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યનાં બનાસકાંઠા જિલ્લાના કાણોદરમાં જન્મેલા ૨૫ વર્ષીય સફિન હસને માત્ર ૨૨ વર્ષની ઉમરે યુ.પી.એસ.સી. ૫૭૦માં રેંક સાથે પાસ કરતાની સાથે જ સમગ્ર ગુજરાતમાં સૌથી નાની વયનાં ‘આઈ.પી.એસ.’ અધિકારી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું