હસતા નહીં હો! - ભાગ ૮

  • 4.6k
  • 1.8k

શીર્ષક:ઓનલાઈન પેમેન્ટની કલા આમ તો મારી આર્થિક પરિસ્થિતિ એટલી બધી જરૂર કરતાં વધારે પડતી કહી શકાય એવી સારી છે કે મારે કોઈ વસ્તુ ખરીદવાની આવતી જ નથી: ઓનલાઇન પણ નહીં અને ઓફલાઇન પણ નહીં.પરંતુ કોઈના લગ્નમાં આપણે ત્રણ ત્રણ દિવસ સુધી જઈએ નવ ટક, પેટ જ્યાં સુધી એમ ના કહે કે,"હવે બસ કર અન્યથા હું ફાટી જઈશ." ત્યાં સુધી ખાઈએ ત્યારે માનવ સ્વભાવમાં રહેલી થોડી એવી સજ્જનતા બહાર આવે અને આપણને ભેટ આપવાનું મન થતું હોય છે.આ ભેટ જે લગ્નરૂપી કુંડમાં હોમાવાનો હોય એને આપવાની હોય છે.એ ભેટ ખરીદવા માટે હવે તો 'ઓનલાઇન' અને 'બજારું ખરીદી' બંને વિકલ્પ છે.