દર્શન

  • 2.7k
  • 922

ધનસુખનાં કપાળ પર પરસેવો વર્યો છે; પગમાં તેવી જ ધ્રુજારી છે; જેવી પાછલા બે મહિનાની ભાગદોડ દરમિયાન નોકરી મેળવવા માટે ઈન્ટરવ્યુ વખતે થયેલી. ના... વાસ્તવમાં થોડી વધારે ધ્રુજારી છે.સામે "રામાનંદી પાન પાર્લર" નું પાટિયું દેખાય છે. જેમાં વચ્ચે લીલું પાન દોરેલું છે અને પાનમાં સફેદ કલરનાં અક્ષરોથી લખેલું છે 'પાન'. નીચે નાનાં-નાનાં અક્ષરોમાં લખેલું છે: 'પાન, મસાલા, બીડી, સીગારેટ, આઈસ્ક્રીમ, કોન, કોલ્ડ્રીન્ક્સ, દૂધ, છાશ, શ્રીખંડ, સીડી, કેસેટ તેમજ કટલેરીના વેપારી'. ડાબી બાજુમાં એક તરફ ચા ની લારી છે. કાનાભાઈ તપેલીમાંથી ગરમ ચા કેટલીમાં લઈ રહ્યા છે. જમણી બાજુએ ગલ્લાને અડીને ફાફડા-જલેબીની દુકાન છે. અહીં આજુબાજુમાં પાંચ-છ ખાટલા, બે-ત્રણ બાંકડા, ત્રણેક છૂટીછવાઈ