આગળના ભાગમાં આપે જોયું કે સુગંધા સૂરજ પાસેથી બધી માહિતી મેળવે છે. અવનીને જે જગ્યા પર રાખવામાં આવી છે એના વિશે સૂરજને જેટલી માહિતી હતી એટલી માહિતી આપે છે.. આસ્થા નામની બિલ્ડીંગ એમને મળે છે,બધા અંદર જવાની તૈયારી કરે છે.. હવે આગળ. "સુગંધા આપણે હજુ અંધારામાં તીર મારીએ છીએ..આ બિલ્ડીંગમાં જ બધી છોકરીઓ હશે એવું પાક્કું કેમ કહી શકાય??ને માન કે બધી છોકરીઓ હોય અને અવની જ નહીં હોય તો?? ચંકી અવનીને જીવતી નહીં છોડે.. અરે એતો એટલો નરાધમ છે કે અવની જેવડી નાની છોકરી પર પણ જરાય દયા નહીં રાખે.."પરિમલના પિતા બોલ્યા.. "પિતાજી,આપણી પાસે બીજો કોઈ રસ્તો બચ્યો જ