" અમારે સિંદુશી પોળ ચકલા માં જવું છે. જરા રસ્તો બતાવશો ? " મહેન્દ્રભાઈએ નડિયાદના એસટી સ્ટેન્ડ ની સામે ગાડી સાઇડમાં ઊભી રાખીને એક લારીવાળા ને પૂછ્યું. " બસ.... આ જ રસ્તે જરા આગળ જાઓ. સંતરામ મંદિર સર્કલ આવશે.... સામે ગ્લોબ સિનેમા તમને દેખાશે..... ત્યાંથી ડાબા હાથે તમે વળી જજો..... ડુમરાલ બજારમાંથી દેસાઈ વગામાં થઈને સીધા પહોંચી જવાશે. આગળ કોઈને પૂછી લેજો. " " જી થેન્ક્યુ " કહીને મહેન્દ્રભાઈએ ગાડી સ્ટાર્ટ કરી. બતાવેલા રસ્તે દેસાઈ વગા સુધી પહોંચી જવાયું. ત્યાં કોઈને પૂછીને સિંદુશી ચકલા પણ પહોંચી ગયા. " બસ આ પરબડી આવી ગઈ પપ્પા !! આ જે સામે ખડકી દેખાય