હિયાન - ૧૧

(18)
  • 3.5k
  • 1.4k

આયાન અને તે છોકરીને એક રૂમમાં વાત કરવા માટે મોકલવામાં આવે છે. આયાન રૂમમાં આવતાં જ ગુસ્સાથી તે છોકરીને કહે છે."હવે મને થયું બે દિવસથી મેડમનો ફોન કેમ ન આવતો હતો. મને ભૂલીને બીજા છોકરાને જોવા તૈયાર થઈ ગઈ એમ. તે દિવસે ફોન પર બધું કીધું તે જૂઠું હતું?" આયાન કટાક્ષમાં કહે છે. ફરી આયાન તેની વાતો ચાલુ રાખે છે. "મને એક પણ વાર ફોન કરીને કહેવાની કોશિશ ન કરી? મને કહેવું તો જોઈએ. તારી આંખો પરથી ખબર પડે છે કે તું ખુબજ રડી છે."તે છોકરી બીજું કોઈ નઇ પણ હિયા જ હતી."જે રીતે તું બીજી છોકરીને જોવા તૈયાર થયો તે