રાજકુમારી સૂર્યમુખી-6

  • 3.3k
  • 1
  • 1k

રાજકુમારી સૂર્યમુખી-6 રાજકુમારને રાજકુમારી પૃથ્વી પરની મનમોહક, રોચક,રોમેરોમ રોમાંચિત કરી મૂકે તેવો પ્રદેશ પર આવી ચુક્યા છે.અતિ સુંદર દ્રશ્યને વાતાવરણ. દૂરના બર્ફીલા ડુંગર પરથી ધીમો ધીમો ધુમાડો વૃક્ષો પર આવી રહ્યો છે.વૃક્ષોની ટોચ ધુમાડાને કારણે દેખાતી નથી.ખળખળ કર્ણપ્રિય ઝરણા વહી રહ્યા છે.સુંદર રંગબેરંગી ફૂલો ખીલેલા છે. ચોતરફ હરિયાળી દેખાઈ રહી છે. થોડી ઊંચાઈ પર અંજની મહાદેવ આવેલા છે. રાજકુમારને રાજકુમારી એકબીજાનો હાથ પકડી ડુંગર પર ચડવાનો પ્રારંભ કર્યો.નાના-મોટા પથ્થર,કોઈ ગોળ,કોઈ લંબ તો કોઈ અણીદાર તો વળી કોઈ બેસી શકાય એવડા મોટા પત્થર. ચારે બાજુ મનમોહક વાતાવરણની વચ્ચે બંને ચડવા લાગ્યા.પોતાના જાદુ વગર પગપાળા ઉપર જવાનો નિર્ણય કર્યો.પૃથ્વી પરના સ્વર્ગને જોતા,