સુંદરી - પ્રકરણ ૪૭

(100)
  • 4.9k
  • 6
  • 3.2k

સુડતાલીસ “કેમ છો?” વરુણની નજીક પહોંચતાની સાથેજ સુંદરીએ તેને પૂછ્યું. “બસ મજામાં, તમે?” વરુણે વળતો જવાબ આપ્યો. “કેવો રહ્યો તમારો દિવસ? બહુ દુઃખ્યું તો નથીને?” સુંદરીએ વરુણના પગના અંગુઠા પરના પાટા સામે જોઇને કહ્યું. “ના બિલકુલ નહીં. તમે સમયસર ફર્સ્ટ એઇડ આપી દીધી હતી એટલે વધુ કોઈ તકલીફ નથી પડી.” વરુણે સ્મિત કરતાં જવાબ આપ્યો. “એમાં વળી મેં શું કર્યું? કોઇપણ વ્યક્તિ એમ જ કરત.” સુંદરીએ વરુણની વાત માનવા ઇનકાર કર્યો. “ડોક્ટર અંકલે કહ્યું એ મેં તમને કહ્યું.” વરુણે પણ સુંદરીને પોતાના જીવનમાં તેનું મહત્ત્વ કેટલી હદે વધી રહ્યું છે તે સમજાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો. જો કે ડોક્ટરવાળી વાત