સાવચેતી, સલામતી અને સેવા સપ્તાહ

  • 2.9k
  • 502

સાવચેતી, સલામતી અને સેવા સપ્તાહ૧ ડિસેમ્બર –વિશ્વ એઇડ્સ દિવસ સહુ પ્રથમ ઈ.સ.૧૯૮૮મા શરુ થયેલ એઇડ્સ દિવસ દર વર્ષે ખતરનાક અને જીવલેણ રોગ એઇડ્સ વિષે સમજ અને સહાનુભૂતિનો સંદેશો આપે છે.એચ.આઈ.વી.વાઇરસ દ્વારા ફેલાતો આ રોગ આજે વિશ્વની સહુથી મોટી સમસ્યા છે.આજના ટેકનોલોજીના યુગમાં વધતા જતા અનૈતિક સંબંધો આ મહારોગનો વ્યાપ વધારવા કારણભૂત છે.આ રોગ થયા પછી દર્દીને દવા કરતા લાગણી અને હુફની બહુ જરૂર પડે છે.એક સંશોધન મુજબ આ રોગની ગંભીરતા એ છે કે નવા ચેપગ્રસ્ત બનતા લોકોમાં અડધાથી વધુ ૨૫ વર્ષની ઉમરના અને તે ૩૫ વર્ષ સુધીમાં તો મ્રત્યુ પામે છે.વિકાસશીલ દેશોમાં જ ૯૫ ટકાથી વધુ લોકો