પ્રકરણ- નવમું/૯‘પપ્પા, આજે મેં મારી દીકરીનું નામ પાડ્યું. સૌ પહેલાં તમને જ કહું છું’અત્યાનંદની અધીરાઈથી જવાહરલાલ બોલ્યા...‘બોલ બોલ દીકરા જલ્દી બોલ શું નામ રાખ્યું મારા જીવનું ?’‘અંતરા’ છલકાતા પરમાનંદ સાથે સાથે છલકતા આસું સાથે મેઘના બોલી . ‘અરે.. વાહ ! મારાં મીઠી મેઘનાના મુખડાની આભા એટલે અંતરા. સુરીલી સરગમ જેવું અનન્ય નામ છે દીકરા. એક કામ કર મેઘના આ રવિવારે સૌ આવો અહીં ઘરે. ખાશું, પીશુ અને વાતોના ગપાટા મારીને આખો દિવસ પસાર કરીશું. અંતરાના અવતરણના આનંદની ખુશીમાં એક જબરદસ્ત જલસો કરી નાખીએ.’ મેઘનાની ખુશીને બેવડી કરવાના આશયથી ખુશખુશાલ જવાહરલા અંતરના ઉમળકાને મેઘના સામે આમંત્રણના રૂપમાં પ્રસ્તુત કરતાં બોલ્યા.‘એ.. એક મિનીટ