ભાગ-3 રાતના લગભગ દસ વાગ્યાના આસપાસ યેશા આવે છે..." લો મેડમ.... તમારા સપનોના રાજકુમારનો ફોન આવી ગયો..". એમ કહી હસે છે... આરુષિ ધીમેથી બોલે છે, " ચુપ કર...!! અયાન શું વિચારશે...!? "યેશા વધારે મસ્તીમાં આવી જાય છે.. " પ્યાર કિયા તો ડરના ક્યા....."" બસ કર...! " એમ કહી યેશાના હાથમાંથી ફોન લઈ લે છે.. અને જરાક અચકાતા " હેલો.. " બોલે છે..સામેથી અયાન બોલે છે. " સોરી લેટ થઇ ગયું ફોન કરવામાં, એક્ચુલી થોડા કામથી બહાર ગયો હતો."" નો ઈટ્સ ઓકે.. હું જાગતી હતી..." ,આરુષિઆરુષિ આગળ કઈ બોલી નહિ... એટલે અયાને બોલવાનું ચાલુ