હસતા નહીં હો! - ભાગ ૭

  • 4.5k
  • 1.6k

(કેટકેટલી વાર્તાઓ વાંચી કાઢી હશે તમે અત્યાર સુધી સપના પર!પણ આ વાર્તા એ બધાથી કંઈક જુદી છે.અહીં મારી દુનિયામાં પૈસા છે જ નહીં,પરંતુ ચલણરૂપે હાસ્ય પ્રવર્તે છે.) હું મારા બે ત્રણ મિત્રોને પરાણે આ અનોખા શહેરમાં ઢસડી લાવેલો.એ બંનેને જ્યારે મેં કહ્યું કે આપણે એ શહેરમાં જવાનું છે ત્યારે એ બંનેની પત્નીઓના અપહરણની મેં ધમકી આપી હોય એવી રીતે એ બંનેએ મારી સામે જોયું.પણ પરાણે એ બંનેને આ હાસ્યના શહેરમાં લઈ ગયો હતો. હું ને મારા મિત્રો એ શહેરમાં જવા એ શહેરની બસમાં બેઠા.એ શહેર જવાના હાઈ વે પર ખબર નહિ કેમ પણ બધા હસતા જ જોવા મળતા