સુંદરી - પ્રકરણ ૪૬

(120)
  • 5.5k
  • 4
  • 3k

છેતાલીસ “હા, મેં હમણાં જ તો કહ્યું કે મારો એક જ ભાઈ છે.” સુંદરીએ પાછું વળીને પ્રમોદરાયને જવાબ આપતા કહ્યું. “મેં ના પાડી હતીને કે એ ભાગેડુ સાથે આપણે કોઈજ સબંધ નથી રાખવાનો?” પ્રમોદરાયનો અવાજ વધુ મોટો થયો. “એમ જો સબંધ તૂટી જતા હોય તો અમુક સબંધો મેં ભાઈના ભાગી જવાની સાથેજ તોડી નાખ્યા હોત પપ્પા.” સુંદરી આજે અલગ જ રંગમાં હતી. સુંદરી આજે પ્રમોદરાયને જવાબ આપી રહી હતી. “એટલે તું મારી સાથે સબંધ તોડવા માંગે છે? એ પણ તારા ભાગેડુ ભાઈને કારણે?” પ્રમોદરાયને હવે ગુસ્સો આવી રહ્યો હતો કારણકે એ સુંદરીનો ઈશારો સમજી ગયા હતા. “ના, હું કોઇપણ