પતિ પત્ની અને પ્રેત - 5

(92)
  • 8.8k
  • 2
  • 4.1k

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૫રેતાના માથા પર ચાંદલો ટકતો જ ન હતો. તેની સાથે હવે સાસુ દક્ષાબેનના મનમાં ભયનાં બીજ રોપાઇ ચૂક્યા હતા. એક તરફ વિરેનના કોઇ સમાચાર ન હતા અને બીજી તરફ વહુનો ચાંદલો નીકળી જતો હતો. દક્ષાબેને બોલ્યા:"વહુ, કાળજી રાખો. એક નાનકડો ચાંદલો સચવાતો નથી. આ તો સૌભાગ્યનું ચિન્હ છે..."ગિનીતાએ બીજો ચાંદલો આપતા કહ્યું:"ભાભી, આ લો લગાવી દો... અને મમ્મી, તું અત્યારે બીજી વાત રહેવા દે. ભાભી કંઇ જાણી જોઇને ચાંદલો કાઢી નાખતા નથી. એમના કપાળ પરના પરસેવાના બિંદુઓને તો જો. એના કારણે ચાંદલો ટકતો નથી. એક તરફ ભાઇના કોઇ સમાચાર નથી એની ચિંતા છે ત્યારે તું