લેમ્પ પોસ્ટ

  • 4.7k
  • 1k

લેમ્પ પોસ્ટદિવસ દરમ્યાન તેજ રફતાર થી દોડતા શહેર નું ચિત્ર સામાન્ય છે પણ એવા શહેરો ની રાતો દોડ ધામ ની સાથે સાથે ઝગઝગાટ મારતી હોય છે. શહેરની ઝાકમઝાળ અને ચકાચૌંધ કૃત્રિમ અજવાળું .. અને એટ્લે જ સાંજ પડતાં જ, અંધકાર ને અસ્ત કરવા રોડની વચ્ચે ડિવાઇડર પર, પુલ ની બંને તરફ, રસ્તા ઓ ની વચ્ચે કે બંને તરફ – શિસ્ત બધ્ધ ઉભેલા લેમ્પ પોસ્ટ પોતાની ફરજ બજાવવા તૈનાત. આ લેમ્પ પોસ્ટ ના ચળકાટ થી દિવસ ના સોનેરી તડકા માં દોડતો રહેલો રસ્તો સાંજ પડતાં જ રૂપેરી રંગે ધીમું ધીમું ધબકવા ની શરૂઆત કરે છે અને મોડી રાત સુધી માં પ્રજ્વલલિત થઈ શહેર ને જીવંત બનાવી દે છે.આ લેમ્પ પોસ્ટ ની અદા પણ સાવ નિરાલી. એકદમ ડાહ્યા ડમરા થઈને કોઈ ને પણ નડયા વગર