નયન

  • 4.1k
  • 2
  • 1.2k

ગામમાં આવેલ નદી કિનારે બેઠીને નયન ડૂબતા સૂર્ય સામે જોઈ રહ્યો. છેલ્લે આવી પડેલ સમસ્યા માંથી કેવી રીતે બહાર નીકળવું એ એને સમજાતું નહતું. આ એજ નદી હતી જેના પાણીમાં રમતા રમતા એ મોટો થયો હતો. ભાદરવો મહિનો હજુ હમણાં જ પૂરું થયું હતું એટલ નદી બંને કાંઠે વહેતી હતી. બાકી તો નદી સૂકી જ રહેતી હતી. અત્યારે ગામની જે મહિલાઓ હસતા હસતા પાણી ભરવા આવતી હતી, તેઓને થોડા સમય પછી અહીંયાથી ખુબજ દૂર પાણી ભરવા જવું પડશે. આપણા દેશે આટલો વિકાસ કર્યો હોવા છતાં આજે પણ મોટા ભાગ નાં ગામમાં પાણી ની સમસ્યા નો