રેમન્ડો સુતર્બ જડીબુટ્ટી અને અમ્બુરાનું અર્ધ બેભાન અવસ્થામાં રહેલું શરીર ઊંચકીને ગુફાની બહાર નીકળ્યો. સાંજ પડી જવાથી બહાર અંધારું જામવા લાગ્યું હતું. રેમન્ડોએ અમ્બુરાનું શરીર ઊંચકીને એક પથ્થરની શીલા ઉપર મૂક્યું. ગુફામાંની દીવાલમાં જડેલા ભાલાઓમાં ફસાઈને અમ્બુરાના શરીરનો ખાસ્સો ભાગ વીંધાઈ ગયો હતો. લોહી પણ ઘણું બધું વહી ગયું હતું છતાં એમાં થોડાંક શ્વાસ બચ્યા હતા. એમ ભલે અમ્બુરા રેમન્ડોનો દુશ્મન હતો પણ હતો તો એનો દેશવાસી જ ને.. રેમન્ડોની દેશભક્તિ જાગી ઉઠી.. એ અમ્બુરા બચાવવા માટે પ્રયત્નો કરવા માંડ્યા. હજુ એ અમ્બુરાના શરીરમાં પડેલા ભાલાના ઘા સાફ કરતો હતો ત્યાં તો એને ટીમ્બીયા પર્વતની તળેટીમાં કોલાહલ સંભળાયો. એ ઝડપથી