કોરોના એક સત્ય ઘટના

(55)
  • 5.3k
  • 1.4k

કોરોના એક સત્ય ઘટના.*************""""_મુકેશ રાઠોડ " તો કેવો ગયો આજનો દિવસ રાજ ? ".ડોક્ટર પત્ની એના ડોક્ટર પતિ સાથે બેડ પર સૂતા સૂતા વાતો કરે છે. "ખુબ જ સરસ , કહેતા રાજે તરત દિશા ને પોતાની પહોપાશ માં જકડી લીધી.". "બસ - બસ હવે આટલો બધો પ્રેમ સારો નહિ , કાલ સવારે મને કંઇક થઈ ગયું તો"?... દિશા એ રાજ ને માથે હળવે ચુંબન કરતા કહ્યું. "તારા વગર તો હું એક પળ પણ ના રહી શકું હો .અને એમ થોડો હું તને કંઈ થવા દઈશ! આપણે સાત ફેરા ફર્યા ત્યારે યાદ છે ?