સુંદરી - પ્રકરણ ૪૫

(88.6k)
  • 6.2k
  • 6
  • 3.9k

પિસ્તાળીસ “હેલ્લો કિશન અંકલ, સુંદરી.” કિશનરાજે સુંદરીનો કોલ રીસીવ કરતાં જ સુંદરીએ કહ્યું. “હા બોલ બેટા. બધું ઠીક છે ને?” કિશનરાજે જરા ચિંતાતુર સ્વરમાં જવાબ આપ્યો. “હા, હા અંકલ બધું જ ઠીક છે અને હવે વધારે ઠીક થવાનું છે અને એટલેજ તમને અત્યારે કોલ કરીને હેરાન કર્યા.” સુંદરીના અવાજમાં આત્મવિશ્વાસ છલકાતો હતો. “અરે વાહ! બોલ દીકરા શું હતું?” કિશનરાજને પણ જાણવાની તાલાવેલી થઇ. “અત્યારે મારા શ્યામભાઈ સાથે હું ઉભી છું, મેં એમને સમજાવી દીધું છે કે જે લાઈફ એ અત્યારે જીવી રહ્યા છે એનો કોઈજ અંત નથી, ન તો સુખદ ન તો દુઃખદ. એ મારી વાત સમજી ગયા છે