મીરાંનું મોરપંખ - ૩

(13)
  • 3.4k
  • 1.4k

આપણે આગળ જોયું કે મીરાંના સપના તદ્દન અલગ હતા અને તમામ સુખ- સૌંદર્યની ધારક હતી. હર એકના આંખોમાં મીરાંનું સપનું હતું જ. મીરાંના સપનાનો માલિક કોણ હતો એ તો મીરાં જ જાણતી. મીરાં કોલેજના ફંકશનમાંથી ઘરે આવે છે. ઘરે આવીને એના રૂમના સેલ્ફ પર મોરપંખનું શિલ્ડ ગોઠવે છે. એ આવીને પોતાની જાતને અરિસામાં જોઈને મનમાં મલકાતી બોલે છે. એ કાના, જ્યાં હો ત્યાંથી વહેલો આવ.. આ મીરાં તારી રાહ જુએ છે... હું રૂકમણી નથી કે હક જતાવું... હું રાધા પણ નથી કે જક બતાવું... હું તો મીરાં છું, તારા દર્શનથી જ ખુશ રહીશ...