ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-29 અનુપસિંહ અને અમોલ બધી ધંધા-વ્યવહારની વાતો કરી રહ્યાં હતાં. અનુપસિંહ પરદેશ જતાં પહેલાં અમોલને બધી સૂચનાઓ આપી રહેલાં ક્યાં કેવી રીતે વ્યવહાર કરવો અને ક્યાં ધ્યાન રાખવુ બધું ઝીણવટથી સમજાવી રહેલાં એમણે અનિસાનાં સુસાઇડ નો કેસ સુલટાવી દીધો છે એવાં નિશ્ચિંત મને પરદેશ જવાનું ગોઠવ્યું હતું. સાથે મનમાં નેન્સીનો કેસ દીકરા હું સૂવા જઊં છું સવારે કંઇ યાદ આવશે કહીશ પણ તું બધુ ધ્યાન રાખીને કરજે. અમોલે કહ્યું પાપા તમે અહીં ઓફીસમાં આરામ કરવા કરતાં ઘરે જઇનેજ રેસ્ટ લો. હવે ઘણી ચર્ચા થઇ ગઇ છે. ત્યાં અમોલનાં મોબાઇલ પર શ્રોફનો ફોન આવ્યો. "અમોલે કહ્યું હાં શ્રોફ બોલો.