મીરાંનું મોરપંખ

(27)
  • 4.5k
  • 3
  • 1.9k

મીરાંનું મોરપંખ....? શિતલ હવા અને અદ્ભુત હરિયાળીની વચ્ચે ખાસ્સો મોટો પરિવાર સવારના નાસ્તાની મોજ માણી રહ્યો હતો. આખા ડાઈનીંગ ટેબલની ફરતે બધા ગોઠવાયેલા હતા. ફક્ત એક જગ્યા ખાલી હતી. અચાનક જ રાહુલભાઈ પૂછે છે કે ક્યાં છે આપણી ઝાંસીની રાણી ? હજી ઊઠી નથી કે શું? એ જ સમયે વ્હીલચેર પર આવતા આવતા કુમુદબેન કહે છે કે ભાઈ, તમારી રાજકુમારીને આજ કોલેજના છેલ્લા વર્ષનું ફંકશન છે. ફેરવેલ છે કદાચ...એટલે એ લક્ષ્મીબાઈ તૈયાર થતાં હશે. બધા હસી પડે છે ને ત્યાં જ ઊડતી હોય એવા અંદાજમાં ઉછળતી, ખિલખિલાટ કરતી, ગર્દન સુધી ઝુમતા એરિંગ પહેરી અને હાથમાં રંગીન બેંગલ્સને ખખડાવતી