સ્નેહસૂત્ર

(15)
  • 2.7k
  • 1
  • 1k

સ્નેહસૂત્ર ગાઢ નિંદ્રા માંથી ઉષ્મા ની આંખ એકાએક ખૂલી, એણે બહાર જોયું તો હવે સુરત સ્ટેશન આવાની તૈયારી માં જ હતું, ઝડપ થી ઉષ્મા એ વાળ સરખા કર્યા અને પોતાની બેગ લઈ ને ઊભી થઈ. અમદાવાદ થી જ ટ્રેન માં બેસતાં બેસતાં જ મમ્મી જોડે ફોન પર વાતચીત થઈ ગઈ હતી કે પપ્પા સ્વાધ્યાય માં જવાના હોવાથી એમના થી રેલ્વે સ્ટેશન નહીં અવાય એટલે ઉષ્મા ભીડ ને ચીરીને સ્ટેશન બહાર આવતાં જ રિક્ષામાં ગોઠવાઈ ગઈ. જેવી ઉષ્મા ઘરે પહોંચી કે મમ્મી એ સરસ મજાની મસાલાવાળી ચા સાથે ઉષ્મા નું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. બી. જે. મેડિકલ કોલેજ માં એમડી ના