· શ્યામને મીરાની સ્મૃતિ સાથે વિદાય મીરાના પપ્પા પાસે જઈને કહ્યુ અંકલ હવે અમે જઇએ. સુરત આવો એટલે તમારુ જ ઘર છે, આપ આવજો. મીરા સાથેનો સંબંધ એમના પરિવાર સાથે યથાવત જ છે.કાયમ આ પરિવાર મારો પરિવાર જ છે. મીરાના પપ્પા નોકરને ઇશારો કરે છે, તે કવર લઈને આવે છે. બેટા આ કવર તને મીરાએ આપવા કહેલુ. મીરાને એમ હતુ કે, તુ નહિ મળી શકે પણ સદભાગ્ય કે મળ્યો. અંકલ સાચુ કહુ તો મીરાએ મને ભુલેચુકે જો ગંધ આવવા દિધી હોત કે તેને આ પ્રોબ્લેમ છે તો અંતિમ સમય સુધી હુ તેને ખુશ રાખતે. શ્યામ કહે