દૈનિક છાપાના તંત્રી થવાનું સ્વપ્નું હતું. એ માંડ માંડ પૂરું થયું. પહેલા દિવસે તો અભિનંદનના ફોન અને રૂબરૂ અભિનંદન આપવા આવનાર લોકો વચ્ચે જ સમય પસાર થઈ ગયો. મને જીવનમાં પહેલી વાર લાગ્યું કે હું આટલો બધો જાણીતો માણસ છું અને મને આટલા બધા લોકો ઓળખે છે. રાજ્યના મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રીના પણ ફોન આવ્યા. મારે એમનો ખૂબ નિકટનો અને અંગત પરિચય હોય એ રીતે એમણે મારી સાથે વાતો કરી એથી મને શંકા પડી કે તેઓ મને કોઈક ભળતી વ્યક્તિ તો નથી માની બેઠાને ? પછી થયું કે એવું હોય તો આપણે શું ? નસીબ