બેંગ્લોરમાં ચંદ્રકાંતભાઈ ચા વાળાનો એક જમાનો હતો !!! આખાય બેંગ્લોરના કોઈપણ એરિયામાં ચંદ્રકાંત ભાઈની ચા ખૂબ જ મશહૂર હતી. બેંગ્લોરના નાના-મોટા રેસ્ટોરન્ટમાં પણ લોકો ચા પીવી હોય તો ચંદ્રકાંતભાઈ ની ચા જ માગતા. દસ દસ લિટરના સ્ટીલના થર્મોસ કન્ટેનર તમામ એરિયામાં ચંદ્રકાંતભાઈ પહોંચાડતા. સાઉથ ઇન્ડિયામાં ચા નું ચલણ ઓછું છે અને ત્યાં સારી ચા નથી મળતી એટલે ચંદ્રકાંતભાઈ એ બેંગ્લોરના ગુજરાતીઓમાં પોતાનું નામ કાઢેલું. સાઉથ ઇન્ડિયનો પણ ચંદ્રકાંતભાઈ ની ચા હોંશે હોંશે પિતા. અને એ પણ માટીની કુલડીમાં. શરૂઆત કરેલી એમણે બેંગ્લોરમાં આવતી જતી ટ્રેનો માં. સવારમાં ઘરે ચા બનાવી કન્ટેનરમાં ભરી ટ્રેનમાં નીકળી જતા અને દરેક ડબ્બામાં.... "ચંદ્રકાંતભાઈ કી