ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 2

(56)
  • 4.5k
  • 1
  • 1.9k

ઝોમ્બો નદી અલ્સ પહાડમાંથી નીકળીને મેદાની પ્રદેશમાં પ્રવેશતી હતી ત્યારે એનું વહેણ સાંકડું અને ઊંડું થઈ જતું હતું. મેદાની પ્રદેશમાં ઝોમ્બો નદીના વહેણની ઝડપ સારી એવી હતી. મેદાની પ્રદેશ વટાવીને જયારે ઝોમ્બો નદી જંગલી પ્રદેશમાં પ્રવેશતી હતી ત્યારે એનું વહેણ પહોળું અને મંદ બની જતું હતું. મેદાની પ્રદેશમાં સુસવાટા અને ઘુઘરાટ બોલાવતી આ નદી જંગલમાં એકદમ શાંત પણે વહી આગળ જતાં જંગલ વટાવીને સમુદ્રમાં ભળી જતી હતી. સૂર્ય પોતાના નિત્યક્રમ અનુસાર આકાશમાં આવી શિયાળાની ઋતુ હોવા છતાં પોતાના પ્રભાવનો પરચો આપી રહ્યો હતો. સવારે વહેલા ક્લિન્ટન નગર છોડીને નીકળેલો કેપ્ટ્ન હેરીનો કાફલો ઝોમ્બો નદીના શાંત કિનારે ધીમે ધીમે આગળ