જીવન સંઘર્ષ - ભાગ - 1

  • 2.7k
  • 2
  • 1k

અવિનાશ રોજની જેમ મોર્નિંગવોક કરીને કરીને ઘરે આવ્યો; પણ, આજે એના ચેહરા પર રોજ જેવી મુસ્કુરાહટ નહોતી. આવીને તરત એ ઘરની બહાર ખુલ્લી જગ્યામાં રાખેલી ખુરશીમાં બેસી ગયો અને વિચારમાં સરી પડ્યો. રસોડાની બારીમાંથી એની પત્ની અનુ એને જોઈ રહી હતી, અને મનોમન વિચારતી હતી કે ; " આ અવિને શું થયું હશે ? રોજ તો આવીને તરત જ ચા બનાવવાનું કહીં દે." અનુ થોડીવાર સુધી એને જોયા કરી પછી એ રસોડામાંથી બહાર આવીને અવિનાશ જ્યાં બેઠો હતો ત્યાં એની સામેની ખુરશીમાં બેઠી. અવિનાશની સામે જોતી એ બોલી; "અવી શું થયું? શું વિચારે