રાજકુમારી સૂર્યમુખી-4

(12)
  • 3.2k
  • 2
  • 1.1k

રાજકુમારી સૂર્યમુખી-4 રાજકુમાર અને રાજકુમારી નારંગી રંગની દુનિયામાં છે. રાજકુમાર અહીંના લોકોની વાતોમાં પૂરેપૂરા આવી ગયા. અહીંના લોકોની માન્યતા મુજબ સ્ત્રીઓને ઘરમાં જ સ્થાન છે. આખા ઘરનું કામ કરવાનું, છોકરા રાખવાના તેમજ પુરૂષો કહે તેમ જ કરવાનું. સ્ત્રીઓ નિર્ણય લેવામાં ભાગીદાર બની શકતી નથી. તેમજ જમતી વખતે પહેલા પુરુષોએ બેસવાનું અને પછી જ સ્ત્રીઓએ. રાજકુમારનું મગજ સંપૂર્ણપણે અહીંના લોકો સાથે ભળી ગયું. સ્ત્રીશક્તિ-નારીશક્તિ "યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા" પોતાના પિતાજીએ શીખવેલ સૂત્ર ભૂલી ગયા છે. એ રાજકુમારીને ખીજાય છે, ક્યારેક મારવા પણ લાગે છે.રાજકુમારને રાજકુમારી એક સાથે બેસી શકતા નથી. રાજકુમાર ખાટલા પર બેઠા હોય તો રાજકુમારીએ નીચે બેસવાનું.