લવ બ્લડ - પ્રકરણ-58

(84)
  • 3.8k
  • 4
  • 1.6k

લવ બ્લડપ્રકરણ-58 ડમરૂનાથે પાર્ટીની તૈયારી જોઇ લીધી રાત્રે મહેમાનનવાજી કરવાનાં મૂડમાં હતો. બધી રીતે પ્રયત્ન કરી પોતાનો કક્કો સાચો કરી સામ્રાજ્ય વધારવાનાં કેફમાં હતો. પ્રવાર, મોહીતો, આદીવાસી યુવાનો સાથે એનો લીડર બોઈદો બધાને પોતાની પાસે બોલાવીને જંગ જીતી જતો હતો સામી છાતીએ કઈ કરી શકે એમ ન હોતો એટલે ષડયંત્રની જાળ રચી હતી. છેક છેલ્લી કક્ષાનાં પ્રયત્નો કરવા માટે પ્રયત્નશીલ હતો. બાવાને ખબર પડી કે પશ્ચિમ-દક્ષિણમાં કોઇ માણસો એનાં આશ્રમથી થોડે દૂર આવી પહોચ્યાં છે એની ચિંતામાં પડેલો પણ આજે ખરાખરીનો ખેલ બધીજ દિશામાં લડવા તૈયાર હતો. એની પોતાની પલટન અને શસ્ત્રો તૈયાર હતાં જ્યાં સુધી ષડયંત્રથી જીતી જવાય તો