ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-27

(122)
  • 6.4k
  • 6
  • 4k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-27 નીલાંગી પાસેથી એ યુવાન ગયો એ નીલાંગે જોયો એણે નીલાંગી પાસે આવીને પૂછ્યુ કે પેલો કોણ હતો ? તને શું કીધુ ? નીલાંગીને કહ્યું ડાન્સ ફલોર પરથી આવેલો કોઇ પહોચેલી માયા જેવો હતો ખૂબજ પૈસાવાળો લાગતો હતો મને કહે ડાન્સ કરીશ મારી સાથે ? મેં ગુસ્સાથી ના પાડી જતો રહ્યો. નીલાંગે કહ્યું "આને મેં ક્યાંક જોયો છે ? યાદ નથી આવતું ક્યાં જોયો છે. બહુ મોટું માથુ છે ચોક્કસ નીલાંગને ડ્રિન્કનો કેફ હતો નીલાંગી કહે નીલાંગ આપણે અહીંથી જઇએ હવે પ્લીઝ મને ખૂબ ડર લાગે છે આ આપણાં જેવા માટે નથી. નીલાંગે શેમ્પેઇનની મોટી સીપ મારી કહ્યું