કલાકાર - 28

(90)
  • 5.7k
  • 4
  • 2.8k

કલાકાર ભાગ – 28 લેખક – મેર મેહુલ “આ ડ્રાઇવમાં બધું રેકોર્ડિંગ છે, ગજેન્દ્રસિંહે જાતે જ કબૂલ કર્યું છે કે તેણે જ આઠ ઓફિસરોની હત્યા કરાવી હતી અને માફિયાઓને એ સપોર્ટ કરતો” મીરાંએ કહ્યું. અક્ષય, મીરાં અને પલ્લવી ત્રણેય સર્કિટ હાઉસમાં હતાં. “ગુડ, મીરાં તે બહાદુરીનું કામ કર્યું છે” અક્ષયે મીરાંનાં કામની પ્રશંસા કરતાં કહ્યું. “હવે આગળ ?” પલ્લવીએ પુછ્યું, “આ ડ્રાઇવની એક કૉપી મીડિયામાં આપી દઈએ, કાલે સવારે બ્રેકીંગ ન્યૂઝ બની જશે” “ના” મીરાંએ કહ્યું, “આ લોકોએ મીડિયાવાળાને પણ ખરીદી લીધાં છે, તમે ન્યૂઝ ચેનલ જોતાં જ હશો. બધી ન્યૂઝ બતાવશે પણ આ પાર્ટીનાં કારનામાં કોઈ દિવસ નહિ બતાવે”