પરાગિની – ૨૧ રિની પરાગની હોટલ પર પહોંચે છે. હોટલમાં આવતા પરાગ સાથે વિતાવેલ સમય તેને યાદ આવી જાય છે. તે સ્વસ્થ થઈ કેફેટેરિયામાં જઈને બેસવાનું નક્કી કરે છે. પરાગની હોટલ રિવરફ્રન્ટની નજીક જ હોય છે અને કેફેટેરિયા ઓપન ટેરેસમાં બનાવ્યું હોય છે જેનાથી તમને રિવરફ્રન્ટનો સુંદર નજારો માણી શકો..! રિની એક ટેબલ સિલેક્ટ કરી બેસી જાય છે. બેસીને તેની નાની ક્રોસ બેગ કાઢવા જતી હોય છે પરંતુ તેના ડાબા હાથમાં હજી પાટો બાંધેલો હોય છે તેથી તેને ફાવતુ નથી હોતુ બેગ કાઢીને મૂકવા જતી હોય છે કે બેગ પાછળના ટેબલ પાસે પડી જાય છે. રિની બેગ લેવા નીચે નમે છે તો જોઈ છે