દિવાળીની બક્ષિસ

(30)
  • 4k
  • 1
  • 1.4k

પત્ની : આજે બને તેટલા ઓછા કપડાં ધોવા માટે નાખજોપતિ : કેમ વળી, એવું તો શું થયું ?પત્ની : કામવાળા બહેન કહેતા હતા કે કાલથી તેઓ બે દિવસ માટે ઘરકામ કરવા નહિ આવે... પતિ : કેમ નહિ આવે ?પત્ની : તેઓ કહેતા હતા કે દિવાળીમાં તેઓ પોતાની નાતી (પુત્રીની પુત્રી) ને મળવા માટે જવાના છે.પતિ : ઓકે, તો હું વધારે કપડાં ધોવામાં નહિ નાખું.પત્ની : અને શું હું તેમને 500/- રૂપિયા તહેવારની બોણી તરીકે આપી શકું છું ?પતિ : કેમ શું કામ ? હજી ગયા મહિને જ આપણે નવરાત્રીમાં એક્સ્ટ્રા રૂપિયા આપ્યા હતા ને તેમને... તો હવે દરેક તહેવારમાં બોનસ આપવું