મધુરજની - 14

(83)
  • 5.2k
  • 3
  • 3.5k

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ—૧૪ મેધ પાસે સમય હતો. ગિરિનગર વહેલું છોડી દેવું પડ્યું હતું. તેણે વિચાર્યું કે ભીડ્વાળું વાતાવરણ તો માનસીને ગુંગળાવી નાખશે. તે તનથી અને સવિશેષ મનથી થાકી ગઈ હતી. બસમાં પણ તેને વળગીને બેસી ગઈ હતી. બારી બહારનાં દૃશ્યો જોવાની, માણવાની ઈચ્છાય મારી પરવારી હતી. આ સ્થિતિમાં ઘરનાં લોકો શું કહે? ખુદ લત્તાબેન જ કહે- ‘આ કરતાં તો આબુ –અંબાજી જઈ આવ્યા હોત તો? જુઓ....આ માનસી કેવી કરમાઈ ગઈ. આટલાં દિવસોમાં? પરણી ત્યારે તો ...ગલગોટા જેવી હતી. મેધ, પહાડના હવાપાણી આપણને માફક ન આવર.’ અથવા એમ પણ કહે—‘થકવી મારી તેં તો મારી માનસીને? ક્યાં ક્યાં ફેરવી? એ કરતાં...?