આહવાન - 21

(45)
  • 3.7k
  • 3
  • 1.8k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૨૧ સ્મિતનાં વાક્યથી બધાંને આશ્ચર્ય થયું. એણે મક્કમતાથી એ લોકોને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા કહ્યું સાથે જ એમને જવાં માટે કહ્યું આથી બધાં જાણે ઠંડાં પડી ગયાં. થોડીવાર કોઈ કંઈ બોલ્યું નહીં. પ્રશાંત તો એમ જ બધું જોતો ઉભો રહ્યો. એ પછી જે વિશાલના કાકા હતાં એમણે જ વિશાલની ડેડબોડી એમ્બ્યુલન્સને લઈ જવાની પરવાનગી આપી દીધી. એમાંના એક જણે કહ્યું, " શું કામ પરમિશન આપી ?? તો અમને શું કામ બોલાવ્યાં આવું જ કરવાનું હતું તો ?? આમાં કોઈને શું મળશે ?? " એક બીજો વ્યક્તિ બોલ્યો, " પોલીસમાં ફરિયાદ કરીને