એકતાળીસ ...વરુણની. મેં તને અગાઉ પણ ઘણી વખત એના વિષે કહ્યું હતું. ખરેખર મને આ એઈજમાં પણ એની મેચ્યોરીટી ખૂબ ગમે તો છે જ પણ ઘણીવાર આશ્ચર્ય પણ પમાડે છે. કૉલેજમાં મને ભલે પાંચ જ મહિના થયા હોય પણ દરેક પ્રકારના સ્ટુડન્ટ્સ અને ખાસકરીને મેઈલ સ્ટુડન્ટ્સ વિષેનો અનુભવ થઇ જ ગયો છે. સોનલે બહુ સાચું કીધું કે અમારી એઈજમાં માંડ સાત-આઠ વર્ષનો જ ફર્ક હશે અને એટલા માટે જ ઘણા મેઈલ સ્ટુડન્ટ્સ મને ક્લાસમાં કે પછી કોલેજના પેસેજમાંથી જ્યારે પણ હું પસાર થતી હોઉં છું ત્યારે ઘૂરી ઘૂરીને જોતાં હોય છે. પણ વરુણ અલગ છે. એ તો મારી સાથે