સુંદરી - પ્રકરણ ૪૦

(97)
  • 4.6k
  • 3
  • 3.2k

ચાળીસ એક પળનો પણ વિલંબ કર્યા વગર વરુણે પોતાના સેલફોનનું લોક ખોલ્યું અને વોટ્સએપ ઓપન કર્યું અને સુંદરીના મેસેજ પર ટેપ કર્યું. “Thanks for everything. પપ્પાને બહુ ભૂખ ન હતી એટલે મેં કડી-ચાવલ દબાવીને ખાધાં. ખૂબ સરસ હતાં. Thanks again. Take care.” વરુણે સુંદરીના મેસેજ વાંચ્યો. તેણે જોયું કે સુંદરીનું સ્ટેટ્સ Online જ દેખાડતું હતું. વરુણને થયું કે સુંદરીના Thank youનો જવાબ તેણે પણ આપવો જોઈએ એટલે તેણે ફક્ત “My pleasure” લખીને મેસેજ મોકલી દીધો જે સુંદરીએ તરતજ જોયો અને વરુણના મોકલેલા મેસેજની બાજુમાં બે બ્લ્યુ ટીક્સ થઇ ગઈ. સુંદરીના વોટ્સ એપ પર offline થવાની સાથેજ વરુણે સુંદરીના ફોટાને