· શ્યામ મીરાની અંતિમ મુલાકાત, અચાનક એક દિવસ મીરાનો કોલ આવ્યો કે, આજે સાથે ડિનરની ઇરછા છે. શ્યામને પણ પેલા જેવી લાગણી કે આકર્ષણ હતુ નહિ એટલે હા કહ્યુ. મીરાના ચહેરા પરનુ નુર હણાઇ ગયુ હતુ. જાણે એવુ લાગતુ હતુ કે તેને સતત આરામની જરુર છે તો આ તરફ શ્યામની હાલત પણ કઇક એવી જ હતી. તેની ઓળખ સમી સ્માઇલ જે ક્યારેક જ આવતી હતી અને પરફેક્ટ બનીને રહેવા વાળો આજે સાદા કપડામાં સામાન્ય વ્યક્તિ હોય એવો બનીને આવ્યો હતો. બન્નેને એકબીજાની ખોટ કેટલી હદે વર્તાતી હશે એ તો ખબર પડી જ ગઈ છે. શ્યામ આજ પણ